Rakhadvano Anand
દેશ-દર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ આમ નોખો...
Also Available in:
- Amazon
- Audible
- Barnes & Noble
- AbeBooks
- Kobo
More Details
દેશ-દર્શનનો આનંદ વ્યક્ત કરનારા લેખોનો સંગ્રહ આમ નોખો પાડ્યા પછી તેની અપૂર્ણતા મન આગળ વધારે સ્પષ્ટ થાય છે. ‘કેટલું બધું જોયું અને કેટલું થોડું લખાયું’ એવો વિચાર મનમાં આવતાંની સાથે ગમગીની પેદા થાય છે. દેશ જોવાની દૃષ્ટિએ જ ફર્યો હોઉં એવા પ્રસંગો ઓછા છે. પણ સ્વરાજ-સેવાનાં અનેક કાર્યોને નિમિત્તે દેશમાં ફરવું પડ્યું તે દરમ્યાન અનાયાસે જે જોવાયું તેટલાથી સંતોષ માન્યો હતો પણ આમ સહેજસાજ કરતાં કરતાં એટલું બધું જોવાયું અને કેટલુંક તો એટલી બધી વાર જોવાયું કે હવે ‘હું અમુક પ્રાંતનો છું’ એવી ભાવના જ મનમાં રહી નથી. સિંધથી માંડીને આસામ સુધી અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી—જ્યાં જાઉં ત્યાં આત્મીય સજ્જનો વસે જ છે. અને તેમની મારફતે તે તે સમાજની આંતરિક સ્થિતિ એટલી ઝીણવટથી જાણવાને મળી છે કે દરેક ઠેકાણે એ લોકોમાંનો જ હું એક છું એવું હંમેશાં લાગ્યું છે. એના પ્રમાણમાં બહુ ઓછું લખાયું છે.
- Format:Paperback
- Pages:359 pages
- Publication:2013
- Publisher:Navjeevan Trust
- Edition:Third
- Language:guj
- ISBN10:8172293992
- ISBN13:9788172293994
- kindle Asin:8172293992

